Sunday, August 11, 2013

ભગવાન શિવ, આ દુનિયા માં જે વસ્તુ ને મનુષ્ય એ ત્યજી છે એ દરેક વસ્તુ ભગવાન શિવ ને પ્રિય છે સંસાર માં સૌથી મહત્વ ની વસ્તુ છે વિશ્વાસ, અને ભગવાન ક્યારેય ભક્તો સાથે વિશ્વાસઘાત કરતા નથી આ પવિત્ર શ્રાવણ માસ માં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે શિવ ની ભક્તિ કરો , મહાદેવ સૌના સારા મનોરથ પૂર્ણ કરે,
જય ભોલે , હર હર મહાદેવ !!!!

Saturday, June 22, 2013

શ્રદ્ધા થી ચારધામ ની યાત્રા એ ગયેલા બધા જ યાત્રી ઓ એ જે રીતે આવી ખરાબ પરિસ્થિતિ નો સામનો કર્યો છે તે જોતા એવું લાગે છે કે ભગવાન ક્યાં છે ? માણસ  કેટલો મજબૂર છે ખરેખર આવી કપરી હાલત નો સામનો કરી ને પણ પોતાના સ્નેહીજનો ને પોતાની આંખો ની સામે મરતા જોવું એના થી મોટું દુખ શું હશે, ભગવાન એ એમને બચાવ્યા નહિ પણ એમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના !!!

Wednesday, October 10, 2012

આજે એક ખેડૂત ની વાત સાંભળી ને એમ લાગ્યું કે આ વિકાસ ની મોટી મોટી વાતો, આ ખેડૂત મેળો, રોજગાર આપવાની વાતો,કદાચ શહેર ના લોકો ને ગામડા માં રહેતા ખેડૂત ની દુર્દશા નો એહસાસ પણ નથી,એક ખેડૂત કે જે પોતાનું ગુજરાન ચલાવવા દિવસરાત મજુરી કરે છે એના સુધી પાણી, ખાતર અને બીજી સબસીડી જે ભારત કે ગુજરાત સરકાર આપે છે તે પહોચતું જ નથી આ વાતો હું મારા મન થી નહિ કહેતો પણ આ એક ખેડૂત ના મુખે થી નીકળતી વ્યથા છે, આ સાંભળી ને ખરેખર દુખ થાય છે કે જે ખેડૂત ને આપણા દેશ માં એક બહુ મોટો દરજ્જો મળ્યો હોય એની હાલત આટલી બધી ખરાબ છે, કોઈ પણ સરકાર હોય ખેડૂત ને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નક્કર પગલા લેવા જ જોઈએ, આ ગરીબ ખેડૂત નો હક છે. અને એમના હકો જળવાય એ સમાજ માટે ખુબ જ જરૂરી છે.