આજે એક ખેડૂત ની વાત સાંભળી ને એમ લાગ્યું કે આ વિકાસ ની મોટી મોટી વાતો, આ ખેડૂત મેળો, રોજગાર આપવાની વાતો,કદાચ શહેર ના લોકો ને ગામડા માં રહેતા ખેડૂત ની દુર્દશા નો એહસાસ પણ નથી,એક ખેડૂત કે જે પોતાનું ગુજરાન ચલાવવા દિવસરાત મજુરી કરે છે એના સુધી પાણી, ખાતર અને બીજી સબસીડી જે ભારત કે ગુજરાત સરકાર આપે છે તે પહોચતું જ નથી આ વાતો હું મારા મન થી નહિ કહેતો પણ આ એક ખેડૂત ના મુખે થી નીકળતી વ્યથા છે, આ સાંભળી ને ખરેખર દુખ થાય છે કે જે ખેડૂત ને આપણા દેશ માં એક બહુ મોટો દરજ્જો મળ્યો હોય એની હાલત આટલી બધી ખરાબ છે, કોઈ પણ સરકાર હોય ખેડૂત ને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નક્કર પગલા લેવા જ જોઈએ, આ ગરીબ ખેડૂત નો હક છે. અને એમના હકો જળવાય એ સમાજ માટે ખુબ જ જરૂરી છે.