શ્રદ્ધા થી ચારધામ ની યાત્રા એ ગયેલા બધા જ યાત્રી ઓ એ જે રીતે આવી ખરાબ પરિસ્થિતિ નો સામનો કર્યો છે તે જોતા એવું લાગે છે કે ભગવાન ક્યાં છે ? માણસ કેટલો મજબૂર છે ખરેખર આવી કપરી હાલત નો સામનો કરી ને પણ પોતાના સ્નેહીજનો ને પોતાની આંખો ની સામે મરતા જોવું એના થી મોટું દુખ શું હશે, ભગવાન એ એમને બચાવ્યા નહિ પણ એમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના !!!
Saturday, June 22, 2013
Wednesday, October 10, 2012
આજે એક ખેડૂત ની વાત સાંભળી ને એમ લાગ્યું કે આ વિકાસ ની મોટી મોટી વાતો, આ ખેડૂત મેળો, રોજગાર આપવાની વાતો,કદાચ શહેર ના લોકો ને ગામડા માં રહેતા ખેડૂત ની દુર્દશા નો એહસાસ પણ નથી,એક ખેડૂત કે જે પોતાનું ગુજરાન ચલાવવા દિવસરાત મજુરી કરે છે એના સુધી પાણી, ખાતર અને બીજી સબસીડી જે ભારત કે ગુજરાત સરકાર આપે છે તે પહોચતું જ નથી આ વાતો હું મારા મન થી નહિ કહેતો પણ આ એક ખેડૂત ના મુખે થી નીકળતી વ્યથા છે, આ સાંભળી ને ખરેખર દુખ થાય છે કે જે ખેડૂત ને આપણા દેશ માં એક બહુ મોટો દરજ્જો મળ્યો હોય એની હાલત આટલી બધી ખરાબ છે, કોઈ પણ સરકાર હોય ખેડૂત ને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નક્કર પગલા લેવા જ જોઈએ, આ ગરીબ ખેડૂત નો હક છે. અને એમના હકો જળવાય એ સમાજ માટે ખુબ જ જરૂરી છે.
Subscribe to:
Comments (Atom)
